ભરૂચ: પ્રશ્નોના નિરાકરણ માટે અચોક્કસ મુદતની હડતાલ…

શ્રમિક કામદાર કલ્યાણ સંઘ દ્રારા ભરૂચ નગર પાલિકાના કામદારો વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા હતા. ભરૂચ સમસ્ત વાલ્મિકી સમાજ સેવા વિકાસ તથા સફાઈ કામદાર યુનિયનો દ્વારા ભરૂચ નગર પાલિકાના મનસ્વીપણાને લઇ સફાઈ કામદારો સાથે થતા શોષણ સામે નગર પાલિકાના કામદારોએ અચોક્કસ મુદતની હડતાલ પાડી હતી.શ્રમિક કામદાર કલ્યાણ સંઘની અચોક્કસ હડતાલના કારણે શહેરના કેટલાય ભાગોમાં ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા અને જો આ હડતાલ વધુ સમય રહી અને તેઓના પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે ન આવ્યું તો ભરૂચમાં સફાઈના અભાવે નર્કાગારની  સ્થીતીનું નિર્માણ થાય તેવી શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી.