ભરૂચ: બાવા સાહેબના સૂફી પર્વ ઉજવણી પ્રસંગે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડયુ…

ભરૂચ જિલ્લાના પાલેજમાં મોટામીંયા બાવા સાહેબના સૂફી પર્વ ઉજવણી પ્રસંગે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડયુ હતુ. કાર્યક્રમના પ્રારંભમાં આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેમજ હાજર રહેલા આગેવાનોનું પણ સન્માન કરવામાં આવ્યુ હતુ. લોકોએ સુફી પર્વમાં હાજરી આપી લીગણીશીલ બની ગયા હતા. ત્યારબાદ મોડીરાત સુધી કવ્વાલી પ્રોગામની રંગત જામી હતી. આ સૂફી પર્વમાં હજારોની સંખ્યામાં હિંદુ – મુસ્લિમ સંપ્રદાયના શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા અને પર્વની રંગત માણી હતી.