ભરૂચ : વિદેશી દારૂનો જથ્થો પકડાયો…

ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકા નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવાયો હતો. વિજિલન્સે આયશર ટેમ્પો અને વીનગર ગાડી સહીત લાખો રૂપિયાનો મુદ્દામાલ માલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર પ્રકરણમાં વાગરા પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી. જ્યારે વીનગર ગાડીનો ચાલકને પકડી અન્ય સામેલ લોકોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલે ઝુગરીયાઓ અને બુટલેગરો પર પોતાનો પંજો કસ્યો હોય તેમ લાગી રહ્યું છે. સપ્તાહમાં ભરૂચ શહેરના ફુરજા,કતોપોર તેમજ કંથારીયા અને થામ ગામેથી મોટા પાયે રમાઈ રહેલ જુગારધામ પર દરોડો પાડી લાખોનો જુગાર રમી રહેલા ૩૫ જેટલા જુગારીયાઓને ઝડપી પાડતા ભારે ચકચાર મચી ગઈ હતી.