ભરૂચ: ઇન્દિરા નગરના ઝુંપડામાં રાત્રીના સમયે અચાનક આગ લાગતા ભારે દોઢધામ મચી…

ભરૂચ સ્ટેશન રોડ પર ઇન્દિરા નગરના ઝુંપડામાં રાત્રીના સમયે અચાનક આગ લાગતા ભારે દોઢધામ મચી હતી. ભરૂચના સ્ટેશન રોડ પર અચાનક એક ઝુંપડામાં આગ લાગવાની ઘટના બનતા ઉપસ્થીત લોકોમાં ભારે નાશભાગ મચી હતી. આગની વિકરાળ જ્વાળાઓથી સળગી ઉઠેલા ઝુંપડાના કારણે આજુબાજુમાં રહેતા લોકોમાં પણ ભયનો માહોલ ઉભો થયો હતો. તાત્કાલીક ભરૂચ ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા ફાયર વિભાગના ફાયર ફાઇટરો દોડી જઈ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્નો હાથ ધર્યો હતો. જોકે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.