ભરૂચ: 400 કરોડના ખર્ચે બની રહેલ બ્રિજના કામનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યુ…

ભરૂચમાં ગોલ્ડન બ્રિજને સંમાતર 400 કરોડના ખર્ચે બની રહેલ બ્રિજના કામનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યુ હતુ. ભરૂચમાં મુખ્યમંત્રીએ નવા ફોરલેન બની રહેલ બ્રિજની મુલાકાત લીધી હતી. ગોલ્ડન બ્રિજ એ ભરૂચ-અંકલેશ્વરના લોકોની કરોડરજ્જુ સમાન છે. બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધી જતાં નવા ફોરલેન બ્રિજની તાતી જરૂર ઉભી થઈ હોવાનું સી.એમ. વિજય રૂપાણીએ કહ્યું હતું. તેમજ ઉલ્લેખ કર્યો હતો કે ભરૂચની જનતાએ ઘણી હાડમારી ભોગવી છે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેબલ બ્રીજનું લોકાર્પણ કરાતા રાહત થઇ છે. નર્મદા મૈયા બ્રિજની કામગીરી 18 જૂન 2018 સુધીમાં પૂર્ણ થઈ જતા સુરત-વડોદરા વચ્ચે સર્જાતી ટ્રાફિકની સમસ્યાનો હલ થશે.