ભરૂચ: હોસ્પિટલમાથી ઝાડ કાપી જનાર સામે તથા બેદરકાર સિવિલ તંત્ર સામે પગલાં ભરવાની માંગ…

ભરૂચ સિવિલ હોસ્પિટલમાથી ઝાડ કાપી જનાર સામે તથા બેદરકાર સિવિલ તંત્ર સામે પગલાં ભરવાની માંગ સાથે સ્થાનિકોએ જીલ્લા સમાહર્તાને આવેદનપત્ર આપ્યુ હતુ. ભરૂચ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી કેટલાક તત્વો અવાર નવાર ઝાડ કાપી તેના લાકડાઓ લઈ જાય છે જેના કારણે દોષનો ટોપલો વસાહત માં રહેતા લોકોના માથે નાખવામાં આવતા જીલ્લા સમાહર્તાને વસાહતના લોકોએ આવેદન પત્ર આપી રજુઆત કરી હતી. વસાહતમાં રહેતા લોકોના જણાવ્યા મુજબ વસાહતમાં મોટા ભાગના લોકોને ત્યાં ગેસ લાઈન છે તથા રાંધણ ગેસની સગવડ છે અને લોકો પર તંત્ર દ્વારા કરવામાં આવેલ આક્ષેપો તદ્દન પાયા વગરના છે. આ મામલે બે દરકારી દાખવનાર સિવિલ સર્જન વિરુદ્ધ પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે જીલ્લા સમાહર્તાને રજુઆત કરવામાં આવી છે.