ભરૂચ: વૃધ્ધાના ગળામાંથી સોનાના મંગળ સૂત્રની ચીલઝડપ થતા ચકચાર મચી…

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ત્રિમૂતી રોડ પરથી દિવસે વૃધ્ધાના ગળામાંથી સોનાના મંગળ સૂત્રની ચીલઝડપ થતા ચકચાર મચી હતી. ભરૂચના ઝાડેશ્વર ખાતેથી સરસ્વતી બેન પરમાર અને કલ્પના બેન સબંધીને ત્યાં મળવા ગયા હતા. તે સમય ગાળા દરમ્યાન બાઇક પર આવેલ અજાણ્યા બુકાની ધારી ઈસમે ગળાના ભાગેથી અંદાજીત ત્રણ તોલાનું મંગળસુત્ર જુટવી ફરાર થઈ જતા વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. સમગ્ર ઘટના અંગેની જાણ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.