ભીલીસ્તાન: ટાઈગર સેના દ્વારા માંગરોળ ઉમરપાડા તાલુકામાં સામાજિક અને બંધારણ યાત્રા કાઢવામાં આવી…

ભીલીસ્તાન ટાઈગર સેના દ્વારા માંગરોળ ઉમરપાડા તાલુકામાં સામાજિક અને બંધારણ યાત્રા કાઢવામાં આવી છે. આ યાત્રા ઉમરગામથી નીકળી આદિવાસી પટ્ટીમાં ફરીએસી, એસ.ટી, ઓ.બી.સી.અને માયનોરીટી કાસ્ટને પોતાનો હક્ક મળે તે હેતુસર કાઢવામાં આવી છે.
કોસંબામાં ઝંડા ચોક વિસ્તારમાં યાત્રાનું ફટાકડા ફોડી ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું, બીટીએસના સ્થાપક અને વિકાસ મોર્ચાંના સ્થાપક મહેશભાઈ વસાવા હાજર રહ્યા હતા અને કાર્યકરોનું ઉત્સાહ વધાર્યો હતો.આ યાત્રા ૨૩૦૦ કિમી. ફરશે અને ૨૪મી અપ્રિલે વાઘોડિયામાં પૂર્ણ થશે