ભૂ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામના વિરોધમાં પ્રજાજનો પ્રતીક ઉપવાસ પર…

ગોધરાની રાયણવાડી સોસાયટીમાં કોમન પ્લોટપર ભૂ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામના વિરોધમાં પ્રજાજનો પ્રતીક ઉપવાસ પર બેસ્યા હતા. સોસાયટીના કોમન પ્લોટની જગ્યાના નકશામાં ફેરબદલી કરી કોમન પ્લોટમાં ભુ માફીયાઓ દ્વારા ગેર રીતીથી બાંધકામ કરાતા સોસાયટીના રહીશો દ્વારા અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરાતા ભુ માફીયાઓ દ્વારા દાદાગીરી કરી બાંધકામ શરૂ કરાતા સોસાયટીના રહીશો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ.જેમાં ખોટી રીતે કોમન પ્લોટમાં ભુ માફીયાઓ દ્વારા બાંધકામ કરતું અટકાવવા માટે રજુઆત કરવામાં આવી હતી.ત્યાર બાદ સોસાયટીના કોમનપ્લોટમાં મોટી સંખ્યામાં રહીશો પ્રતીક ઉપવાસ ઉપર બેસ્યા હતા.