“ભુપેન્દ્રસિંહ ચુડાસમા” – સરકારે હાલ ફીમાંથી કન્યાઓને સંપૂર્ણ મુકિત આપવાનો નિર્ણય…

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભા ગૃહમાં મહત્વની જાહેરાત કરી છે. કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સરકારે હાલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ચૂકવવી પડતી ફીમાંથી કન્યાઓને સંપૂર્ણ મુકિત આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી સરકારી શાળામાં ફી મુકિત હતી, તેમાં હવે ગ્રાન્ટેડ શાળાનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. આ સાથે શિક્ષણક્ષેત્રમાં કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં સંખ્યાબંધ સ્કૂલમાં અપૂરતા શિક્ષકો તેમજ ઓછા વર્ગખંડ હોવાથી વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા ભજપ પર પ્રહાર કરવામાં આવે છે ત્યારે શિક્ષણ વિભાગે આગામી વર્ષે નવા ૬૫૦૦ વર્ગખંડ બનાવવાની જાહેરાત કરી છે. ચાલુ મહિનાના અંત સુધીમાં વધુ છ હજાર શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશે.