ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ભારત 332 રનમાં ઓલ આઉટ…

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ભારત 332 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું. ત્યાર બાદ બીજી ઈનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાની માત્ર 31 રનના સ્કોરે ત્રણ વિકેટ પડી ગઈ છે.યાદવે ઓસ્ટ્રેલિયન ઓપનરની વિકેટ લીધી હતી. તો 31 રનના સ્કોર પર ભુવનેશ્વર કુમારે કેપ્ટન સ્મિથને બોલ્ડ કર્યો હતો. આ પહેલા ઓસ્ટ્રેલિયા 300 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું. જેને કારણે ભારતને 32 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લાયને સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ કારકિર્દીની સાતમી અડધી સદી ફટકારી હતી. તેમજ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ તેની બીજી અડધી સદી છે.