આઇપીએલની ૧૦મી સીઝન માટે ખેલાડીઓની નિલામી પ્રક્રિયા શરૂઆત થઇ ગઈ છે

આઇપીએલની ૧૦મી સીઝન માટે ખેલાડીઓની નિલામી પ્રક્રિયા શરૂઆત થઇ ગઈ છે જેમાં ૩પર ખેલાડીઓ ઉપર બોલી લાગી રહી છે.અફઘાનના મોહમદ નબીને ૩૦ લાખ રૂપિયામાં ખરીદ્યો છે.આ ટુર્નામેન્ટમાં સામેલ થનાર તે અફઘાનનો પ્રથમ ખેલાડી બન્યો છે તે સાથે ભારતના ઝડપી બોલર ઇશાંત શર્માને અને ચેતેશ્વર પુજારાને આંચકો લાગ્યો છે તેઓને અત્યાર સુધી કોઇએ ખરીદ્યા નથી ઉપરાંત ઇરફાન ખાન પઠાણ, ઇમરાન તાહીર, જેસન રોય પર પણ કોઈ એ દાવ લગાવ્યો નથી.