“ક્રૂડ ઓઇલની પાઈપ લાઈનમાં પંક્ચર પાડી ઓઇલ ચોરી”

સીતપોણ ગામની સિમમાંથી પસાર થતી ઓએનજીસી ક્રૂડ ઓઇલની પાઈપ લાઈનમાં પંક્ચર પાડી ઓઇલ ચોરી થવાની ઘટના બની હતી. પ્લાન કરનાર પાંચ ઓઇલ ચોરો ને એસ ઓ જી પોલીસે ઝડપી લીધા હતા…..ભરૂચ તાલુકા માંથી પસાર થતીની ક્રૂડ ઓઇલની પાઈપ લાઈનમાં પંક્ચર કરી ઓઇલ ચોરી કરવાના પ્લાન કરવા હાઇવે ઉપર હોટલ વિરામ નજીક કેટલાક કેમીકલ ચોરો એકઠા થયા હોવાની પાકી બાતમી ભરૂચ એસ ઓ જી પોલીસ ને મળી હતી. જેથી એસ ઓ જી ના પી આઈ સુનિલ તરડે તથા સ્ટાફે શંકાસ્પદ હાલતમાં બેઠેલા દિપક ઉર્ફે રમેશ કાપડીયા,માંજલ પૂર. અજય ચંદ્રરાવ. મજીન્દર સિંગ સહીતના ત્રણ ની અટક કરી પોલીસે સ્થળ તપાસ કરતા ખાડો અને ખાડો ખોડવા ના સાધનો મળી આવતા પોલીસે કુલ ૭ લાખ ૨૬.૫૦૦નો મુદ્દામાલ કબ્જે લઇ પાંચ આરોપીની ધરપકડ કરી હતી…..