“ડી-માર્ટ” – કંપનીના માલિક રાધાકિશન દામાણી દેશના ટોપ 20 અરબોપતિઓમાં સામેલ…

રીટેલ કંપનીના માલિક રાધાકિશન દામાણી દેશના ટોપ 20 અરબોપતિઓમાં સામેલ થઈ ગયા. છેલ્લા 13 વર્ષમાં લિસ્ટીંગના દિવસે કંપનીમાં આવી તેજી નથી જોવા મળી. દામાણીની સંપત્તિ અનિલ અગ્રવાલ, અનિલ અંબાણી, ગોદરેજ પરિવાર અને રાહુલ બજાજથી વધુ થઈ ગઈ છે. રાધાકિશન દામાણી દેશના 17મા સૌથી અમીર બિઝનેસમેન બની ગયા. દેશની સૌથી પ્રોફિટેબલ રીટેલ ચેન ડી-માર્ટ પર એવન્યૂની માલિકી હક છે. બીકોમના પહેલા વર્ષના ડ્રોપ આઉટ, લાંબા ગાળામાં રોકાણ પર લગાવી ઉર્જા માંદા એકમોમાં રોકાણ કરી મેળવી મોટી સફળતા દામાણી હંમેશા લાઈમલાઈટથી દૂર રહે છે. શેર બજારના દિગ્ગજ રોકાણકારોની વચ્ચે ‘મિસ્ટર વાઈટ એન્ડ વાઈટ’ના નામે જાણીતા છે. તેનું કારણ એ છે કે તેઓ હંમેશા સફેદ કપડા પહેરે છે.