દાહોદ જિલ્લામાં ધુળેટીના પર્વ નિમીતે “ચુલ ના મેળા” નું આયોજન કરવામાં આવ્યું…

દાહોદ જિલ્લામાં ધુળેટીના પર્વ નિમીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચુલ ના મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણિયારમાં શ્રદ્ધાળુંઓએ પોતાનિ માંનતા પુરી કરવા ધુળેટીના દિવસે ધગધગતા અંગારામાં ચાલીને શ્રદ્ધાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.દાહોદ જિલ્લાના આદિવાસિઓ હોળી મનાવવા માટે પોતાના વતન પાછા આવતા હોય છે ત્યારે હોળીના ૫ દિવસ પહેલા એટલેકે અગિયારસના દિવસથી યોજવામાં આવે છે.આ મેળો રણિયાર સરકારિ ગામના રણછોડરાય મંદીરના પંટાગણમાં  યોજાયો હતો.આ મેળામાં  ઠંડી ચુલ અને ગરમ ચુલ એમ બે ચુલ પર ચાલવાની પરંપરા છે જેને શ્રદ્ધાળુએ જીવત રાખી હતી.આ ચૂલમાં ચાલવા માટે બાજુમાં આવેલ તળાવમાં સ્નાન કરિને ભિના કપડે ચુલ ના ફેરા ફર્યા બાદ પોતાની માનતા પુરી કરવા માટે શ્રદ્ધાળુઓ ધગધગતા અંગારામાં ચાલ્યા હતા..