બે કરોડથી વધુ રૂપિયાના દારૂનો નાશ….

અમીરગઢ પોલીસ દ્વારા 2016માં પકડાયેલો બે કરોડથી વધુ રૂપિયાના દારૂનો નાશ કરાયો હતો.અમીરગઢ પોલીસ દ્વારા વિવિધ રીતે પકડાયેલ 2 કરોડ 37 લાખ 53 હજાર 260 રૂપિયાના કુલ 1 લાખ 74 હજાર 380 વિદેશી દારૂની બોટલોનો નાશ કરાયો હતો. પોલીસ દ્વારા તમામ વિદેશી દારૂ એકઠો કરી બુલડોજર ફેરવી નાશ કરાયો હતો.કાર્યવાહી દરમિયાન દાતાં પ્રાંત અધિકારી,મામલતદાર,ડીસા ડીવાયએસપી,નશા બંધી ઇન્સ્પેકટર તથા નાયબ મામલતદાર હાજર રહ્યા હતા.