અમદાવાદ શહેરમાં આરોગ્યને નુકશાન કરી શકે તેવી ઘટના સામે આવી…

અમદાવાદ શહેરમાં આરોગ્યને નુકશાન કરી શકે તેવી ઘટના સામે છે.કેશવનગર વિસ્તારમાં રહેતી એક ગૃહીણીએ શાહીબાગ વિસ્તારના એક મોલમાંથી ફરાળીલોટનું એક પેકેટ ખરીદ્યા બાદ ઘરે જઈને તપાસ કરતા લોટના પેકિંગમાં જીવાત જોવા મળી હતી.આ ગૃહિણીએ સજાગતા વાપરીને જ્યાંથી પેકેટ ખરીદ્યું હતું ત્યાં રજુઆત કરતા મોલના સંચાલકોએ યોગ્ય જવાબ ન આપી પેકેટ પણ બદલી આપવાની ના પાડી દીધી હતી.ત્યારે આ ગૃહિણીએ આરોગ્યને નુકશાન કરી શકે તેવી ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ સામે પગલા લેવા માંગ કરી છે.