ધનસુરામાં અલ્પેશ ઠાકોર દ્વારા વ્યસન મૂકતી અંગે જાહેર સભા યોજવામાં આવી…

અરવલ્લી જિલ્લાના ધનસુરામાં અલ્પેશ ઠાકોર દ્વારા વ્યસન મૂકતી અંગે જાહેર સભા યોજવામાં આવી હતી.અલ્પેશ ઠાકોરની આ સભામાં મોટી સંખ્યામા લોકો જોડાયા હતા અલ્પેશ ઠાકોરે અરવલ્લી જિલ્લામા ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવા માટે પોલીસને આડે હાથ લીધા અને ઠાકોર સેનાના યુવાનો જો રેડ પાડે અને પોલીસ તેમને હેરાન કરવાનુ બંધ કરે કરે તેવી માંગ કરી હતી.આ ઉપરાંત અલ્પેશ ઠાકોરે પોલીસને જણાવ્યું હતું કે દારૂના હપ્તા બંધ કરે અને ઠાકોર સેનાને સહકાર આપે આ વ્યસન મુકતી સભામાં મોટી સંખ્યામાં ઠાકોરસેનાના લોકો જોડાયા હતા.