“ઘાયલ થયેલો જવાન સારવાર દરમ્યાન શહીદ”

શેરડીવદર ગામનો ઘાયલ થયેલો જવાન સારવાર દરમ્યાન શહીદ થયો છે. દેશ માટે પોતાના જીવનું બલિદાન આપવામાં પણ હવે ગુજરાતીઓ પાછળ નથી ત્યારે જેસર તાલુકાના શેરડીવદર ગામનો જવાન શહીદ થતા આજે તેના પાર્થિવ દેહને શેરડીવદર ગામે આન-બાન અને શાન થી લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આર્મીના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિધિ કરવામાં આવી હતી.