ધોરાજી: કાર ચાલકે બાઇક ચાલકને ટકકર મારી અકસ્માત સર્જયો…

ધોરાજીના વેગડી ગામે કાર ચાલકે બાઇક ચાલકને ટકકર મારી અકસ્માત સર્જયો હતો. ધોરાજીમાં આવેલ ભાદર નદીના પુલ પર કાર ચાલકે બાઇક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.કાર ચાલક અકસ્માત સર્જીને નાસી છુટ્યો હતો. ગામના લોકોએ 108ને જાણ કરતા તાત્કાલિક ધટના સ્થળે પહોંચી વધુ સારવાર માટે યુવકોને સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેમાં બાઇક ચાલક યુવાનનું મોત નીપજ્યું હતુ જ્યારે એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટનાની તપાસ ધોરાજી પોલીસ દ્રારા ચલાવવામાં આવી રહી છે.