ધોરાજી: ચકલીઓના માળાઓમાં વર્ષ દરમ્યાન ચારસો થી પાંચસો ચકલીઓનો ઉછેર…

ધોરાજીના જેતપુરમાં રહેતાં વ્યકતિને ત્યાં ચકલીઓના માળાઓમાં વર્ષ દરમ્યાન ચારસો થી પાંચસો ચકલીઓનો ઉછેર કરવામાં આવે છે. ચકલી કદમાં ભલે નાનકડું પંખી હોય પણ તેની વિશેષતાઓ ઘણી મોટી છે. ચકલી વિશ્વમાં સૌથી વધુ ફેલાયેલું પંખી અને સૌથી સામાન્ય-વિપુલ રીતે જોવા મળતાં પંખીનો ખિતાબ ધરાવે છે. પ્રાણીઓમાં કૂતરાની જેમ જ પંખીઓમાં ચકલીઓએ માનવીનો વિશ્વના દરેક પ્રદેશોમાં સદા માટે સાથ નિભાવ્યો છે.ત્યારે નાનું કદ ધરાવતુ આ પંખી વિશ્વના નકશામાંથી લુપ્ત થતું જાય છે. આ નાનકડાં ચકલાં માટે જીવન ટકાવવા માટે વઘાસીયા પ્રફુલ ભાઇ પોતાના ઘરે છેલ્લા ચાર વર્ષથી ઘરમાં એક અલગ ઓરડામાં 70 થી 80 ચકલાં ના માળા બનાવ્યા છે જેમાં 400થી 500 ચકલીઓનો ઉછેર વર્ષ દરમિયાન ખુબ કુદરતી વાતાવરણમાં કરકવામાં આવે છે.