ધોરાજીની પ્લાસ્ટીકની ફેકટરીમાં આગ લાગતા લાખોનું નુકશાન…

ધોરાજી નેશનલ હાઈવે પર  આવેલી જય પ્લાસ્ટિક ની ફેક્ટરીમાં ભયાનક આગ લાગી હતી..આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર ફાઈટર મદદથી આગ પર કાબુ મેળવવામા આવી હતી.  ફેક્ટરીના  માલિક  દિવ્યેશ ઉંધાડે જણાવ્યુ હતુ કે, કારખાનુ બંધ હતુ અને રાત્રીના અગિયાર વાગ્યે શોટ સરકીટ થવાથી આગ લાગી હતી. જેથી સંપુર્ણ પણે મશીનરી, પ્લાસ્ટીકનો કાચો અને પાકો માલ નાશ પામ્યો હતો. તેમજ ફેક્ટરીના બાંધકામને પણ મોટી નુક્શાની થઈ હતી.તેમજ  અંદાજીત  15 થી 20 લાખ રુપીયાની નુક્શાની થઈ છે. જોકે, કોઈ જાનહાનિ થી નથી.