ડીસા : રસ્તાની સમસ્યાના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ડીસાના બારોટ વાસ વિસ્તારના લોકો આજે તેમની વિવિધ સમસ્યાઓને લઇ ડીસા નગરપાલિકા પહોંચી રસ્તાને ચક્કાજામ કર્યો હતો.ડીસા શહેરમાં બારોટ વાસ વિસ્તારના લોકો છેલ્લા ઘણા સમયથી રસ્તાની સમસ્યાના લીધે પાલિકાથી ખફા છે.પાલિકા દ્વારા તેમના વિસ્તારમાં દબાણો હટાવી રહીશોના મકાનોને મોટું નુકશાન પહોંચાડી કેટલાક લોકોના દબાણો હટાવવામાં ન આવતા લોકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.દબાણોના લીધે ગલીઓ ખુબ જ તંગ બની ગઈ છે અને તેના લીધે બીમાર લોકોને સારવાર માટે લઇ જવાથી માંડીને અવર જવર કરવામાં મોટી મુશ્કેલીઓ પડી રહી છે.આ સમસ્યા અંગે પાલિકા કચેરીમાં વારંવાર રજૂઆત કરવા છતાં પડતર પ્રશ્નો સામે પાલિકા દ્વારા કિન્નાખોરી રાખવામાં આવી રહી છે.જેને પગલે લોકોએ રોષે ભરાયા હતા અને ડીસા નગરપાલિકા કચેરીનો ઘેરાવ કરી રસ્તા પર ચક્કાજામ કરી પાલિકાની નીતિનો જોરદાર વિરોધ દર્શાવ્યો હતો.