ધોરાજી: ખેડૂતોની તુવેર ખરીદી બાબતે ધ્યાન ન અપાતા એપીએમસી સતાધીસો સામે ખેડૂતો નારાજ…

ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની તુવેર ખરીદી બાબતે ધ્યાન ન અપાતા એપીએમસી સતાધીસો સામે ખેડૂતો નારાજ થયા હતા. ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની તુવેરની સરકાર દ્વારા ખરીદી ન થતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ ભાજપ સરકાર હાય.. હાયના નારા લગાવ્યા હતાં. આગામી દિવસોમાં આ બાબત ધ્યાનમાં લેવામાં નહીઆવે તો ખેડૂતો આવનાર ચુંટણીમાં ભાજપનો બહીષ્કાર કરશે એવી ચીમકી આપી હતી. હાલ બે માસ જેવા સમય ગાળા દરમ્યાન પણ ખેડૂતોનું નામ નોંધાયેલ હોવા છતાં તુવેરની ખરીદી ન થતા અને લાગ વગીયા ફાવીજતા ખેડૂતો પરેશાનીમાંથી પસાર થઈ રહ્યા છે.