ગ્રામ પંચાયતની વોર્ડ સભ્યની ચુંટણીમાં ફોર્મ નહી ભરાતા ચુંટણીમાં ફિયાસ્કો…

ઓલપાડ તાલુકાની ૧૦ ગ્રામ પંચાયતની વોર્ડ સભ્યની ચુંટણીમાં ફોર્મ નહી ભરાતા ચુંટણીમાં ફિયાસ્કો થયો. સમગ્ર રાજ્યમાં હાલમાંજ સ્થાનિક ગ્રામ પંચાયતની ચુંટણી સંપન્ન થઇ છે ત્યારે સુરત જીલ્લાના કેટલાક તાલુકાઓમાં વિભાજીત થયેલી ગ્રામ પંચાયતની સરપંચ અને સભ્યની ચુંટણી પણ થોડા સમય પહેલા યોજાઈ હતી. ત્યારે ફરી માંગરોળ તાલુકાની વિભાજીત 5 ગ્રામ પંચાયતની અને કામરેજ તાલુકાની ખોલવડ ગ્રામ પંચાયતની એક વોર્ડની ચુંટણી યોજવામાં આવશે. જયારે ઓલપાડ તાલુકાની ૧૦ ગ્રામ પંચાયતની ૧૩ વોર્ડની ચુંટણીનો ફીયાસ્કો થયો છે.