મોરબી : રાજ્યની નગરપાલિકાના કર્મચારીઓ મહામંડળમાં સાતમાં પગારપંચ માટે લડત ચલાવી..

મોરબી સહીત રાજ્યની તમામ ૧૬૨ નગરપાલિકાના કર્મચારીઓ ગુજરાત કર્મચારી મહામંડળના નેજા હેઠળ સાતમાં પગારપંચ માટે લડત ચલાવી રહ્યા છે જેમાં વિવિધ વિરોધના કાર્યક્રમો બાદ આજથી મોરબી સહીત સૌરાષ્ટ્રની ૪૯ નગરપાલિકાના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર જવાનું એલાન આપ્યું હતું… જોકે સરકારે “એસ્મા” કાયદો લાગુ કરતા હડતાલ મોકૂફ રાખવામાં આવી હતી.

આજથી મોરબી સહિતના નગરપાલિકાના કર્મચારીઓને હડતાલ પર જવાથી રોકવા માટે સરકારે એસ્મા કાયદો લાગુ કરી દીધો હતો. જીવન જરૂરી સેવાઓના ખોરવાય તેના માટે સંવિધાનમાં એસ્મા (એસેન્સિયલ સર્વિસ મેન્ટેનન્સ એક્ટ)ની જોગવાઈ છે. પાલિકા અંતર્ગત પાણી, ગટર વ્યવસ્થા તેમજ નિયમિત સફાઈ સહિતની સેવાઓ આવતી હોય જેથી સરકારે એસ્મા લાગુ કરી દેતા પાલિકાના કર્મચારીઓની આજથી શરુ થનારી અચોક્ક્સ મુદતની હડતાલ મોકૂફ રાખવામાં આવી હતી પરંતુ સરકારે કાયદાનું શસ્ત્ર ઉગામીને પાલિકાના કર્મચારીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો હતો જેના વિરોધમાં આજે મોરબી ખાતે કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ તમામ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કરીને સુત્રોચ્ચાર કર્યા હતા તેમજ સરકારે એસ્મા કાયદાની  હોળી કરીને વિરોધ નોંધવવામાં આવ્યો હતો.

સરકાર સાથેની વાટાઘાટ નિષ્ફળ, એસ્મા લાગુ આજથી પાલિકાના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ પૂર્વે કર્મચારી મહામંડળે બુધવારે સાંજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાથે બેઠક યોજી હતી જેમાં ૧૨૧ પાલિકાના કર્મચારીઓના સંમતીપત્રક સાથે રજૂઆત કરવામાં આવી હતી જ્કોએ સરકારે તેની માંગણી ફગાવી દીધી હતી એટલું જ નહિ પરંતુ હડતાલથી આવશ્યક સેવાઓ ખોરવાય તેમ હોવાથી કર્મચારીઓ હડતાલ પર જાય તો એસ્મા લગાડવાની ચીમકી ઉચ્ચારી હતી જેના પગલે આજે મોરબી સહિતની ૧૨૧ પાલિકાના કર્મચારીઓએ એસ્મા કાયદાની હોળી કરી વિરોધ દર્શાવ્યો હતો.