ગાંધીનગર: ટ્રાન્સજેન્ડર ડે 2017ની ઉજવણી કરવામાં આવી…

ગાંધીનગરમાં ટ્રાન્સજેન્ડર ડે 2017ની ઉજવણી કરવામાં આવી હતી. લક્ષ્ય ટ્રસ્ટના સહયોગથી ગાંધીનગરના આંબેડકરહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ટ્રાન્સજેન્ડર હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે દેવગઢબારીયાના માનવેન્દ્રસિંહ ગોહિલ પણ ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સમાજમાં આ વર્ગને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી હતી. અને તેના ઉકેલ માટે સમાજને આગળ આવવા આહવાન કર્યું હતું. ટ્રાન્સજેન્ડર વર્ગના પ્રતિનિધિઓએ પણ પોતાની સમસ્યાઓ અંગે રજુઆત કરી હતી.