ઘંઉનો ભાવ ઓછો પડતા ખેડુતો દ્રારા હરાજી બંધ કરવામાં આવી…

એપીએમસીમાં ઘંઉનો ભાવ ઓછો પડતા ખેડુતો દ્રારા હરાજી બંધ કરવામાં આવી.અરવલ્લી જીલ્લાના મોડાસામાં એપીએમસીમાં હરાજીમાં ઘંઉનો ભાવ ઓછો પડતા ખેડુતોએ હોબાળો મચાવી હરાજીને બંધ કરાવી હતી.ત્યાર બાદ મોટી સંખ્યામાં ખેડુતો એપીએમસીની ઓફીસે પોતાની રજુઆત કરવા પહોચ્યા હતા.તેમજ પોતાના મહામુલા પાકનો ભાવ મળે તે માટે રજુઆત કરતા એપીએમસી દ્રારા ખેડુતોને  સારા ભાવ મળે તે માટેના પ્રયત્નો હાથ ધરવાની બાંહેધરી આપી હતી.