મહાદેવ મંદિરે 100 કિલો ઘીમાંથી શીવજીની મૂર્તી બનાવવામાં આવી…

મહાશિવરાત્રીના પાવન પર્વ નિમીત્તે મોડાસા માં પણ ભક્તો હર-હર મહાદેવના નાદ સાથે ઉમટી પડ્યા હતા.ત્યારે ગેબીનાથ મહાદેવ મંદિરે 100 કિલો ઘીમાંથી શીવજીની મૂર્તી બનાવવામાં આવી છે.માનવામાં આવે છે કે, આ મંદિરનું શીવલીંગ સ્વંયભુ રીતે ઉત્પન્ન થયું હતું જેથી,મહાશીવરાત્રીના પર્વે આ મંદીરમાં ભગવાન ભોળેનાથના દર્શન કરવા ભાવિક ભક્તો ઉમટી પડયા હતા.