ગીરસોમનાથ: માછીમાર પરીવાર પર યાતનાઓનું આભ તુટી પડયુ…

ગીર સોમનાથ જિલ્લાના તડ ગામમાં રહેતા માછીમાર પરીવાર પર યાતનાઓનું આભ તુટી પડયુ છે. માછીમારી કરી ગુજરાન ચલાવતા એવા ભગવાનભાઇ પોતે ઓખા દરીયામાં માછીમારી કરવા ગયા હતા તે દરમિયાન પાક મરીને તેમનુ અપહરણ કરી લીધુ હતુ. ત્યાર બાદ તેમના પરિવાર માંથી રોજી રોટી રડવા માટે તેમનો પુત્ર માછીમારી કરતો હતો. કર્મની કથણી એવી સર્જાઈ કે તેમના પૂત્રનું પણ પાક મરીને અપહરણ કરી લીધુ હતુ. આ વાતની જાણ થતા પરીવાર પર આભ ફાટયુ હતુ. માત્ર એક દિકરો હતો જે પરિવારનું ભરણ પોષણ કરતો હતો તેને પણ પાક મરીને બંધક બનાવી દેતા આ પરીવારને પોતાનું ગુજરાત ચલાવવાના ફાંફા પડી ગયા હતા. આ સમયમાં એક ખુશીના સમાચાર આવ્યા કે ભગવાન ભાઈને પાક મરીને છોડી મુક્યા છે પરંતુ એ સુખ માત્ર ક્ષણ ભરનું જ હતું સુખ જાણે દુખને નોતરૂ આપીને આવ્યું હોય તેમ લાગ્યું ભગવાનભાઇને લકવો થઈ ગયો હતો અને પોતે કોમામાં સરી પડયા હતા. જેમતેમ કરીને ગુજરાન ચલાવતા પરીવારને ભગવાનભાઇની દવાઓ માટે ઉધારી કરવી પડી રહી છે. સવાલ એ થાય છે કે સમાજની સેવા કરવાની વાતો કરતા રાજકારણીઓ અને સમાજ સેવીઓ તેમની વ્હારે કેમ આવતા નથી જો આવી કોઈ સંસ્થાકે સરકાર આ પરીવારની મદદ કરે તો જ તેમની જીંદગીનો બેડો પાર પડે તેમ છે.