“ગુજરાત ડી.જી.પી નો આદેશ_તમામ પોલીસ સ્ટેશન માંથી એ.સી હટાવો”

ગુજરાત ડી.જી.પી નો આદેશ – તમામ પોલીસ સ્ટેશન ના પી.આઈ તથા પી.એસ.આઈ ના ચેમ્બરમાંથી એ.સી હટાવવાનો આદેશ. પોલીસ મહાનિર્દેશકના ધ્યાને આવેલ કે શહેરી તથા ગ્રામ્યના ઘણા પોલીસ સ્ટેશનોમાં જાહેર જનતાના સૌજન્યથી કે અનધિકૃત રીતે એ.સી. ગોઠવવામાં આવેલ છે. જે સગવડ પોલીસ સ્ટેશનમાં મળવા પાત્ર ન હોવાથી તેમજ વીજ ખર્ચનું ભારણ સરકાર પર આવતુ હોવાથી અને થાણા ઈન્ચાર્જશ્રીઓ પોતાના બિનવાતાનુકુલીન વાહનમાં પેટ્રોલિંગ કરવાનું ટાળતા હોય છે જેથી ગુનાખારી રોકવા તેમજ પોલીસ પેટ્રોલીંગ કરતા થાય તે માટે એ.સી તાત્કાલીક ધોરણે હટાવવાનો આદેશ કર્યો છે.