હળવદ: મોબાઈલમાં ફોટો પાડવાની બાબતે અદાવત રાખી હત્યા કરવામાં આવી…

હળવદમાં કુટુંબીક પ્રસંગમાં મોબાઈલમાં ફોટો પાડવાની બાબતે અદાવત રાખી હત્યા કરવામાં આવી છે. સામ સામે પક્ષને જેતે સમયે બોલા ચાલી થતા અદાવત રાખી જેમાં છરીના ઘા ઝીંકી દેવાતા તોસીફ હુશેન નામના યુવાનનું મોત નીપજ્યું હતું જયારે છેકરીના ભાઈ ફેસલ હુશેન અને તેના કાકા અબ્બાસ રહેમાને બંનેને સારવાર માટે મોરબીની હોસ્પીટલે ખસેડ્યા હતા. માથક ગામે થયેલી બઘડાટી સંદર્ભે જીલ્લા પોલીસવડા સ્થળ પર દોડી ગયા હતા તેમજ એલસીબી, એસઓજી, એસઆરપીની ટુકડી તૈનાત કરી દેવામાં આવી હતી જોકે બે જૂથ સામસામે આવી જતા પોલીસ ટીમ પર હુમલો થયો હતો તે ઉપરાંત ગામની કેબીનો અને દુકાનો મળીને કુલ ૧૬ સ્થળે આગ ચાંપી દેવામાં આવી હતી. બીજી તરફ મોરબીની સિવિલ હોસ્પીટલે પણ એ ડીવીઝનનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો.