હળવદ: કન્વીનર પંકજ પટેલનું અકસ્માતમાં મોત નીપજ્યું…

હળવદના પાસ કન્વીનર પંકજ પટેલનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. પાસના આગેવાનોનો આક્ષેપ એવો છે કે રાજકીય ઈશારે હત્યા થઇ છે. પોલીસે હાલતો મૃતદેહને પી.એમ. માટે રાજકોટ ખસેડાયો છે ખરેખર અકસ્માત છે કે હત્યા તે પી.એમ. રીપોર્ટ આવ્યા બાદ જ કહી શકાશે. પાસના હાર્દિક પટેલ સહિતના આગેવાનોએ એવો આક્ષેપ કર્યો છે કે અકસ્માત નહીં પરંતુ રાજકીય ઈશારે હત્યા થઇ છે જેથી મોટી સંખ્યામાં પાટીદારો ત્યાં એકત્રિત થયા હતા અને પોલીસે વાતની ગભીરતા સમજીને મૃતદેહન રાજકોટ પેનલ ડોક્ટર દ્વારા પી.એમ. માટે મોકલી આપ્યો હતો