વલસાડમાં ભારે વરસાદના લીધે હાલાકી, જન જીવન ઠપ..

રાજ્યમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી.. જેને લઈને વલસાડમાં સોમવારે રાતે ભારે વરસાદ વરસ્યો હતો. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વરસાદને લઈને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તિથલ રોડ હાલર, એમજી રોડ જેવા વિસ્તારોમાં ગટરો ઉભરાઈ ગઈ હતી. જેને લઇ લોકોનું જનજીવન ખોરવાઈ ગયું હતું. વધારે પડતા વરસાદના લીધે ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતા વધી હતી. બાળકોને શાળાઓમાંથી વહેલા છોડી દેવામાં આવ્યા હતા.