અમદાવાદઃ રીતે પછાત વર્ગની 140 વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણીક અને સામાજિક રીતે પછાત વર્ગની 140 વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવામાં આવી હતી. વિના મુલ્યે સાયકલ વિતરણ કરવાનો આ કાર્યક્રમ અમદાવાદની જાણીતી રાહખૈર ગલ્સ હાઈસ્કુલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીના વહીવટી અધિકારી જનક ગાંધી અને એજ્યુકેશન ઈન્સપેક્ટર એ.સી.ત્રિવેદીના હસ્તે વિદ્યાર્થીઓને વિનામુલ્યે સાયકલ વિતરણ કરાઈ હતી.સાયકલ વિતરણનો કાર્યક્રમ સ્માપ્ત થયા બાદ તમામ વિદ્યાર્થીનીઓએ એક રેલી સ્વરૂપે વિવિધ સંદેશા આપતા બેનરો સાથે સમગ્ર વિસ્તારમાં ફર્યા હતા.