ભારતે – ચાર વર્ષ પછી ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ શ્રેણી જીતી…

ભારતે ચાર વર્ષ પછી ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ શ્રેણી જીતી લીધી છે. ભારતે સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવી શ્રેણી 2-1થી જીતી લીધી હતી. ભારતને જીતવા માટે બીજી ઇનિંગમાં 106 રનનો પડકાર મળ્યો હતો, જેને ભારતે 2 વિકેટ ગુમાવી જીતી લીધો હતો. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે ચાર વર્ષ પછી ટેસ્ટ સિરીઝ જીતી છે. લોકેશ રાહુલે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં છઠ્ઠી અડધી સદી ફટકારી હતી.રવિન્દ્ર જાડેજાને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.