જાડેજાની પત્ની રીવાબાએ જાડેજા ની અદાઓના ભરપુર વખાણ…

રીવાબાએ પોતાના પતિની અદાઓના ભરપુર કર્યા વખાણ,તલવારની જેમ બેટ ફેરવે તે મને ગમે છે તેમ રીવાબાએ જણાવ્યુ. સિરીઝમાં ઓલરાઉન્ડર પરફોર્મન્સ કરનાર રવિન્દ્ર જાડેજા મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ બન્યો છે ત્યારે જાડેજાના આ પરફોર્મન્સથી પરિવારજનોમાં ખુશી વ્યાપી ગઇ છે. ત્યારે જાડેજાની પત્ની રીવાબા સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે,રવિન્દ્રના પરફોર્મન્સથી ખૂબ જ ખુશ છું. તેઓ તલવારની જેમ બેટ ફેરવે છે તે મને ગમે છે અને તે રાજપૂતાનાની શાન છે. રવિન્દ્ર ખુબજ હાર્ડવર્ક કરે છે.મેન ઓફ ધ મેચ અને સિરીઝ થયા છે તેનાથી હું ખૂબ જ ખુશ છું. રવિન્દ્ર બેટની તલવારબાજી કરે છે ત્યારે રાજપૂત જ્ઞાતિનું ગૌરવ વધે છે. રાજપૂતોનો ઝનૂન શો કરે છે તેનાથી મને ગર્વ છે. તેમજ તેઓ જ્યારે બેટ ફેરવે છે ત્યારે મને ખૂબ જ ગમે છે. મેન ઓફ ધ મેચ અને સિરીઝ બનતા પત્ની રીવાબાએ એકબીજાને મીઠાઇ ખવડાવી મો મીઠા કર્યા હતા.