જેતપુર: સ્મશાનમાં દરેક સમાજના લોકોએ દેવી દેવતાની મૂર્તિ મુકાવવાનો પ્રોજેક્ટ ચાલુ…

જેતપુરમા સ્મશાનમાં દરેક સમાજના લોકોએ દેવી દેવતાની મૂર્તિ મુકાવવાનો પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો. જેતપુરના ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ દ્વારા શામજીબાપુની મૂર્તિની સ્થાપના કરી હતી. જેતપુર પાલિકાના ચેરમેન , ગુર્જર ક્ષત્રિય સમાજના પ્રમુખ , ઉપ પ્રમુખ , ટ્રસ્ટી સહિત સમસ્ત ગુર્જર કડીયા સમાજના આગેવાનોએ હાજરી આપી હતી. જેતપુર પાલિકામાં ચેરમેન તરીકે સેવા આપતા દિલાભાઈએ સ્મશાનની કાયા પલટાવીને મૃતાત્મને અંજલિ આપવાનો પ્રયાસ કર્યો હતો.