“જમ્મુ અને કાશ્મીરમાં સ્નોફોલના લીઘે વાતાવરણમાં પલટો આવ્યો”

જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ દિવસથી બરફ વર્ષાને પગલે તાપમાનમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.ઉતરપ્રદેશ અને બિહારમાં છુટાછવાયા ઝાપટા પડયા હતા.હવામાન વિભાગ દ્રારા 24 કલાકમાં વરસાદ પડે તેવી આગાહી આપી છે.જમ્મુ-શ્રીનગર હાઇવે સ્નોફોલના લીઘે સતત ચોથા દિવસે બંધ રહ્યો તેમજ જનજીવન પણ થંભી ગયુ છે.જમ્મુ -કાશ્મીર અને ઉત્તરાખંડમાં ભારે બરફ વર્ષાને પગલે માર્ચ માસમાં હોળી પહેલા ઉનાળાનો આરંભ થવાને બદલે દેશભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઠંડીનું મોજું ફરી વળ્યું છે.કાશ્મીરના કૂપવાડા,રજૌરી,રાયબાલ,ડોડામાં અને હિમાચલ પ્રદેશના શિમલા,સિરપોર અને કિન્નોર જિલ્લામાં ભારે હિમસ્ખલનની ચેતવણી જાહેર કરાઇ છે.