જેતપુર: ડિજિટલ જાહેર કર્યા બાદ આ બાબતે બે જૂથ પડી ગયા

જેતપુરના માંડલીકપુર ગામને ડિજિટલ જાહેર કર્યા બાદ આ બાબતે બે જૂથ પડી ગયા હતા. એક જૂથ ગામમાં બધુ સારુ છે તેવું રટન કરી રહ્યું હતું જ્યારે બીજુ જુથ ગામામાં હજુ પણ અમુક સુવિદ્યાઓનો અભાવે છે તેમ જણાવતું હતું. એક તબક્કેતો મારામારી જેવો માહોલ બની ગયો હતો. ઉલ્લેખનીય છે કે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર દેશના 100 ડિજિટલ વિલેજની યાદી કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ જાહેર કરી હતી. જેમાં રાજકોટ જિલ્લાનાજેતપુર તાલુકાના મંડલિકપુર ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે, મંડલિકપુર ગામની થયેલી પસંદગીએ પસંદગી માટેના માપદંડ સામે મોટા સવાલ ઊભા કર્યા છે. દૂધ સહકારી મંડળી તથા એક કરિયાણાની દુકાનમાં છેલ્લા 25 દિવસ દરમિયાન બે સ્વાઇપ મશીન મૂકવામાં આવ્યા છે. દૂધ મંડળી અને દુકાન માંડ છ કલાક ખુલ્લી હોય છે, તે ખુલ્લી હોય તો જ ટ્રાન્ઝેકશન થઇ શકે છે. ગામની બે દુકાનમાં બે દિવસ પહેલાં પીઓએસ મશીન મૂકવામાં આવ્યા છે. જે હજુ ચાલુ નથી થયા. પેટ્રોલ પંપ પણ નથી. આ સંજોગોમાં આ ગામને 100 ટકા કેશલેસ વ્યવહાર કરનારું કેમ ગણાયું તે અંગે રહસ્ય સર્જાયું છે. આ ગામમાં અંદાજે 20 થી 25 ટકા લોકો ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરે