જેતપુર: પી.ડબલ્યુ.ડી દ્રારા રોડના કામમાં પોલંપોલ ચલાવતા પ્રજાજનોએ વિરોધ…

જેતપુર તાલુકાના વીરપુર ગામે પી.ડબલ્યુ.ડી દ્રારા રોડના કામમાં પોલંપોલ ચલાવતા પ્રજાજનોએ વિરોધ કર્યો છે. જેતપુરમાં પી.ડબલ્યુ.ડી. દ્રારા રોડ બનાવવાના કામમાં કોઈ પણ જાતના નિયમનું પાલન વગર લોલમ લોલ અને ભષ્ટ્રચાર કરી રોડ બનાવવામાં આવ્યો છે. જેને લઇ સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે. રોડના કામ માટે લાખો રૂપિયાનું બજેટ આપ્યુ હોવા છતા ફક્ત મલાઈ ખાવાના હેતુથી જ કામ કરવામાં આવી રહ્યુ છે તેમ દેખાઇ રહ્યુ છે. આ બાબતે પી.ડબલ્યુ.ડી ના અધિકારીને જાણ કરવામાં આવતા તપાસ કરીશુ તેમ ઉડાઉ જવાબ આપ્યો હતો.