કાણોદર : મજાદર હાઇવે ઉપર ટ્રકની ટક્કરે યુવાનનું મોત થયુ…

કાણોદરમાં મજાદર હાઇવે ઉપર ટ્રકની ટક્કરે યુવાનનું મોત થયુ હતુ.વડગામ તાલુકાના શંગવાડા ગામના યુવક મજાદર કામ અર્થે બહાર જતી વેળા એક્સિડન્ટ થયુ હતુ.જેમાં યુવકનું ધટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતું.આ અકસ્માતની જાણ આસપાસ ગામના લોકોને થતા ગ્રામજનો પણ ધટના સ્થળે દોડી આવ્યા હતા.તેમજ આ ધટનાની જાણ છાપી પોલીસને કરવામાં આવી હતી.છાપી પોલીસ પણ તાત્કાલિક ધટના સ્થળે આવી પહોચી હતી.પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.લાશને પી.એમ માટે છાપીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.