કપિલ શર્મા – પર ચઢ્યો સફળતાનો નશો, ‘બમ્પર’નુ કર્યું ખરાબ રીતે અપમાન…

કોમેડિયન કપિલ શર્માએ દારૂના નશામાં સુનીલ ગ્રોવર તથા ચંદન પ્રભાકર સાથે ઝઘડો કર્યો હતો, આ બંનેએ કપિલ સાથે કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. આમાં નવી વાત સામે આવી છે. વિમાનમાં કપિલ શર્માએ માત્ર સુનીલ ગ્રોવર તથા ચંદન પ્રભાકર સાથે જ નહીં પરંતુ ‘બમ્પર’ બનતા કિકુ શારદા સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. કપિલ શર્મા જ્યારે સુનીલ ગ્રોવરને ગાળો ભાંડતો હતો ત્યારે કિકુ શારદાએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. કપિલ નશામાં કોઈની પણ વાત સમજવા તૈયાર નહોતો. કપિલે કિકુને કહ્યું હતું, ”મેં તને બનાવ્યો છો. તું છો કોણ. માત્ર 10 હજાર રોજના મેળવતો એક આર્ટીસ્ટ છે. કિકુએ આ વાતનો જવાબ કપિલને આપ્યો નહીં અને તે ચૂપચાપ પોતાની જગ્યા પર બેસી ગયો હતો. આ અંગે જ્યારે કિકુ શારદા અંગે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે કહ્યું હતું કે તે આ અંગે કોઈ વાત કરવા માંગતો નથી. જોકે, તેણે ઝઘડાની વાતનો ઈનકાર કર્યો નહોતો.