કર્ણાટક: કન્નડ એક્ટ્રેસ રામ્યાને કોંગ્રેસે સોશિયલ મીડિયા ટીમની લીડર બનાવી…

કોંગ્રેસ 2019માં કોઇ કસર છોડવા માંગતી નથી એટલે પાર્ટીની અંદર ઘણા ફેરફારો થઇ રહ્યા છે. આ ફેરફારોની અસર સોશિયલ મીડિયા ટીમમાં પણ જોવા મળી છે. કોંગ્રેસે હાઇકમાન્ડ દીપેન્દર સિંહ હુડ્ડાની જગ્યાએ કર્ણાટકની ભૂતપૂર્વ સાંસદ અને બહુચર્ચિત કન્નડ એક્ટ્રેસ રામ્યાને તેમની સોશિયલ મીડિયા ટીમની લીડર બનાવી છે. રામ્યાએ નવી જવાબદારીને સંભાળી લેતાં વોર રૂમમાં આવેલી સોશિયલ મીડિયાની ઑફિસમાં બેસવાનું શરૂ કરી દીધું છે. પાર્ટીને સોશિયલ મીડિયામાં વધુ આક્રમક બનાવવા માટે આ બદલાવ કરવામાં આવ્યો છે.