અમદાવાદના પશ્ચિમ વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતી શેઢી કેનાલમાં પડયુ ગાબડુ.

અમદાવાદના પશ્ચિમ વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતી  શેઢી કેનાલમાં ફરીથી પડયુ ગાબડુ.મહુધા વાસણા કેનાલમાં પડેલ ગાબડું ૨૫ મીટરમાં ફેરવાઈ જતા ગામના રહેણાક અને ઉભા પાકવાળા ખેતરોમાં પાણી ઘુસી જતા ગામનાં લોકોને મોટા પાયે નુકસાન થયું હતુ.તંત્રની ખરાબ કામગીરીને લીધે છેલ્લા ત્રણ માસમાં ત્રણ વાર કેનાલમાં ગાબડુ પડવાને લીધે ગામના લોકોએ તંત્ર સામે વિરોધ વ્યકત કર્યો હતો.