કેન્દ્રનો મોટો નિર્ણય: હવે સંસદની મંજૂરીથી જ બદલી શકાશે ઓબીસી યાદી…

કેન્દ્રનો મોટો નિર્ણય : હવે સંસદની મંજૂરીથી જ બદલી શકાશે ઓબીસી યાદી.કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટે જે નિર્ણય લીધો છે તેનાથી દેશની તમામ જાતિ આધારિત નોકરીઓથી લઇને બાકી કેટલાંય પ્રકારની સુવિધાઓમાં ફરક પડવાનું નક્કી મનાય છે.કેન્દ્ર સરકારના નિર્ણયના મતે સંવિધાન સંશોધન દ્વારા પછાત વર્ગ કમિશનની જગ્યાએ નવું કમિશન બનાવાશે. કેન્દ્ર સરકારના મતે સામાજિક શૈક્ષણિકના રૂપમાં પછાતોની નવી પરિભાષા હશે.તેનું નામ નેશનલ કમિશન ફોર સોશ્યલ એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ કલાસ  હશે.તેને કોન્સ્ટિટ્યુશનલ બોડીનો દરજ્જો મળશે.