કોટડાસાંગાણી : ફુલનાથ મહાદેવ મંદિરમાં શીવ કથાનું આયોજન…

કોટડાસાંગાણીમાં કામધેનુ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ફુલનાથ મહાદેવ મંદિરમાં શીવ કથાનું આયોજન કરવામાં આવ્યું હતુ.કોટડાસાંગાણીમાં કામધેનુ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ફુલ નાથ મહાદેવ મંદિરના સાનીધ્યમાં શીવ કથાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.  જેનો લાભ હજારો ભાવિક ભક્તોએ લીધો હતો.આ શીવકથામાં પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિકપટેલ,ધારાસભ્ય ભાનુબેન બાબરીયા સહિતના અનેક રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ  ઉપસ્થિત રહ્યા હતા.આ કામધેનુ ગૌશાળાના ટ્રસ્ટીઓએ સમાજમાં રહેલ દુષણો દુર કરવા અને લગ્ન પ્રસંગે થતા લાખો રૃપિયાના ખર્ચાઓમાં ઘટાડો કરવા સહિતના મુદ્દે  એક પત્રીકા સમાજમાં રજુ કરી હતી જેની નોંધ લોકોએ લઈને આ પત્રીકાનું અનુકરણ કરવાની તૈયારી દર્શાવી હતી.