લીંબડી: ઉટડી ગામે સ્ત્રી રોગ માટેનો મફત નિદાન કેમ્પ યોજાયો…

લીંબડી તાલુકાના ઉટડી ગામે સ્ત્રી રોગ માટેનો મફત નિદાન કેમ્પ યોજાયો હતો. લીંબડી તાલુકાના ઉટડી ગામે લીંબડી વિકાસ ટ્રસ્ટ સંચાલિત લીંબડી હોસ્પિટલ દ્વારા સ્ત્રી રોગ તેમજ હોમિયોપેથીક માટેનો મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ નિદાન કેમ્પમાં ૨૫ સ્ત્રી રોગના કેશ, ૬૪ હોમિયોપેથીક કેશો, અને ૫૩ આંખના કોશો મળીને કુલ ૧૪૨ કેશોનું નિદાન કરવામાં આવ્યું હતું. આંખની તકલીફ વાળાઓને લીંબડી આર. આર. હોસ્પિટલ દ્વારા મફતમાં લોકોને ચશ્માં પણ વિતરણ કરવામાં આવશે. આ નિદાન કેમ્પમાં સ્ત્રી રોગના નિષ્ણાંત ડૉ. નમ્રતાબેન જનસારી, હોમિયોપેથીક ડૉ.નરેન્દ્રકુમાર યાદવ, હોમિયોપેથીક ડૉ.હિરેનભાઈ લગધીર તેમજ લીંબડી આર. આર. હોસ્પિટલ ના આંખ માટે ડૉ. ડામોર, જયેશભાઈ ડાભી અને તેમની ટીમ સાથે સેવાઓ આપી હતી. નિદાન કેમ્પ માં લીંબડી હોસ્પિટલના ટ્રસ્ટી આશિષભાઈ ત્રિવેદી, ઉટડી ગ્રામ પંચાયત સરપંચ મગનલાલ કટુડીયા, ઉટડી ગ્રામ પંચાયત સભ્ય ભરતભાઈ ચાવડા, મુકેશભાઈ ચાવડા, ઉપસ્થિત રહીયા હતા