લીંબડી: ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન દ્રવારા પ્રમાણપત્રો આપવામાં આવ્યા…

ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન દ્રવારા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. લીંબડી ખાતે આવેલ તલસાણીયા બિલ્ડીગમાં ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા પ્રમાણપત્રો અને સ્ટાઇપેન્ડ આપવામાં આવ્યું હતું, થોડા સમય પહેલા ગુજરાત ટુરીઝમ દ્રવારા એનાર્ડે ફાઉન્ડેશન દ્વારા ૧૫ દિવસીય ઉદ્યોગ સાહસિકતાની તાલીમ આપવામાં આવી હતી, અને આ તાલીમ પુર્ણ કરેલ તાલીમાર્થીઓને તલસાણીયા બિલ્ડીગ ખાતે તાલિમના અનુસંધાને સ્ટાઇપેન્ડ અને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ જેમા ઈ.ડી.આઈના સિનીયર મેનેજર બ્રિજેશ દવે, શંકરભાઇ ઘોડકીયા, હાજર રહ્યા હતા અને તાલિમાર્થીઓને બીજુ અન્ય માર્ગદર્શન આપી પ્રમાણપ્રત્રો અને સ્ટાઇપેન્ડ આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.