લીંબડી-ગળે ફાસો ખાધેલી હાલતમાં”એસ.આર.પી”જવાનની લાશ મળી…

લીંબડીમાં ગળે ફાસો ખાધેલી હાલતમાં એસ.આર.પી જવાનની લાશ મળી આવી હતી.લીંબડી નેશનલ હાઇવે  ઉપર આવેલ સ્વામી નારાયણ મંદીરની દિવાલની પાસે કોઇ અજાણ્યા શખ્સની લાશ ગળે ટુપો દિધેલી હાલતમાં દેખાઇ આવતા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા.આ બાબતની જાણ લીંબડી પોલીસ સ્ટેશને કરતા લીંબડી ફરજ પરના પોલીસ અધિકારી ઘટના સ્થળે હાજર થઇ પોલીસે લાશની તપાસ કરતા તેના પેન્ટના પોકેટમાંથી એક ચિઠ્ઠી નિકળેલ હતી. લાશને પી.એમ માટે લીંબડી સિવિલ હોસ્પીટલ ખસેડવામાં આવી હતી.લીંબડી પોલીસે મૃતકના પરિવારની અને નોકરીના સ્થળની તમામ વિગતો જાણી તાત્કાલીક મૃતકના પરીવાર અને એસ.આર.પી ઓફીસ જામનગરને જાણ કરી લીંબડી સિવિલ હોસ્પીટલમાં બોલાવ્યા હતા.લાશ સંકાસ્પદ હાલતમાં મળી હોવાથી વધુ તપાસ લીંબડી પોલીસ ચલાવી રહી છે